ઝુહુરની ચાવી – દોઆ

دانلود فیلم و سریال دانلود فیلم و سریال


ઝુહુરની ચાવી – દોઆ

પવિત્ર મઝહબ ઈસ્લામ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ની તઅલીમાત મુજબ દોઆ અંબિયા (અ.મુ.સ.) નું હથિયાર, મોઅમીનની ઢાલ અને તમામ ઈબાદતોની રૂહ છે તેમજ ખાલિક અને મખ્લુક દરમ્યાન સંપર્કનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે છેઃ

“દોઆ મોઅમીનની ઢાલ છે. જ્યારે દરવાજો વારંવાર ખટખટાવવામાં આવે છે ત્યારે તે ખુલી જાય છે.”

(ઉસુલે કાકી, ભાગ-૪, પ્રકરણ – દોઆ મોઅમિનનું હથિયાર છે, પાના નં. ૨૧૫, હદીસ નં. ૪)

હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ તેમના એક સહાબીને ફરમાવ્યું

શું હું તમને એવી વસ્તુના બારામાં ન જણાવું જેમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ કોઈ અપવાદ નથી રાખ્યો?”

અરજ કરીઃ જરૂર ઈરશાદ ફરમાવો.

આપ (અ.સ.) એ ફરમાવ્યું:

દોઆ કે જે હતમી કઝાને બદલી નાંખે છે.

(ઉસૂલે કાફી, પ્રકરણ દોઆ બલા અને કઝાને દફઅ કરી દે છે, પાના નં. ૨૧૬ હ. નં. ૬)

ઈમામ (અ.સ.) એ પોતાની મુઠ્ઠીને મજબુતીથી બંધ કરીને આમ પણ ફરમાવ્યું:

“અલ્લાહની કસમ! અગર કોઈ બંદો અલ્લાહની બારગાહમાં દિલ લગાવીને પાબંદીની સાથે દોઆ કરે છે તો અલ્લાહ તઆલા તેની હાજતને જરૂર પુરી કરે છે.”

(ઉસુલે કાકી, પ્રકરણ: પા ફશારી વ ઇસ્‍રાર બર દોઆ, પાના નં. ૨૨૪, હદીસ નં. ૫)

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છેઃ

“દોઆ કરો અને એમ ન કહો કે જે કંઈ થવાનું હતું તે થઈ ગયું છે અને જે તકદીરમાં છે તે જ થવાનું છે.”

(ઉસુલે કાકી, પ્રકરણ – દોઆની ફઝીલત, પાના નં. ૨૧૧, હદીસ નં. ૩)

દોઆની પોતાની અસર છે. દોઆ હરહમેશ અસરકારક છે.

જનાબ અલ્લામા મજલીસી (અ.ર.) આ રિવાયતની શર્હમાં લખે છે કેઃ

“આપણે બદાઅ ઉપર ઈમાન રાખવું જોઈએ. દરેક દિવસે અલ્લાહની એક શાન હોય છે. તે જે ચાહે છે તે ભૂંસી નાંખે છે અને જે ચાહે છે તે લખી નાંખે છે. કઝા અને કદર દોઆના રસ્તામાં રૂકાવટ રૂપ નથી. લવ્હે મહવો-ઈસ્બાતમાં ફેરફાર શક્ય છે. આ ઉપરાંત દોઆ પણ કઝા અને કદરનું એક કારણ છે. આ જ કારણે દોઆ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.”

(ઉસુલે કાકી)

એક બીજી રિવાયતમાં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ ફરમાવ્યું છેઃ

“દોઆ કઝાને હટાવી દે છે અને રોકી દે છે, જેવી રીતે બળપ્રયોગથી મોટા દોરડાના વળ ખુલ્લી જાય છે.”

(ઉસુલે કાકી, પ્રકરણ: દોઆ બલા અને કઝાને દુર કરે છે, પાના નં. ૨૧૫, હદીસ નં. ૧)

કોઈપણ એવું નથી જે પોતાની મુશ્કેલીઓમાં દોઆ માટે હાથ બલંદ કરતું ન હોય. તેમજ કોઈ એવું નથી જે અલ્લાહની બારગાહમાં રાઝો-નિયાઝ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ની ખિદમતમાં તવસ્સુલ થકી પોતાની મુશ્કલીઓના ઉકેલ ન મેળવતો હોય.

એ બાબત ધ્યાન આપવા જેવી છે કે આપણે બધા આપણી મુશ્કેલીઓ અને સમસ્યાઓના ઉકેલ માટે આપણે સતત દોઆ કરીએ છીએ અને કરગરીને દોઆ કરીએ છીએ. દરેક પ્રકારે આપણી સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ ઝીંદગીનો સૌથી મહત્વનો પ્રશ્ન એટલેકે હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ના ઝુહુર માટે આપણે ખરા દિલથી દોઆ કરતા નથી. આ હકીકતથી આપણે ગાફિલ છીએ. સૌથી શ્રેષ્ઠ તમન્ના અને આરજૂ ઝુહુરની તમન્ના અને ઝુહુરની આરજૂ છે. તથા સૌથી શ્રેષ્ઠ દોઆ ઝુહુરની દોઆ છે. કારણકે હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) નો ઝુહુર તે એવી વાસ્તવિકતા છે કે જેનાથી ન ફકત આપણી દુનિયા અને આખેરતની સઆદત (નેકબખ્તી) જોડાએલી છે બલ્કે તમામ ઇન્સાનોની ભૌતિક અને રૂહાની બધીજ મુશ્કેલીઓનો ઉકેલ ઝુહુરમાં છુપાએલો છે. કદાચ આજ કારણ છે કે જેના લીધે રિવાયતોમાં મઅસુમ ઇમામો (અ.સ.) એ ઝુહુર માટે દોઆ કરવાની ઘણી વધારે તાકીદ કરી છે.

હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) એ જનાબે ઈસ્હાક ઈબ્ને યાઅકુબના નામે લખેલી એક તવકીઅમાં ફરમાવેલ છે કેઃ

“મારા ઝુહુરના જલ્દી થવા માટે ખુબજ વધારે દોઆ કરો કારણકે મારો ઝુહુર તમારી મુશ્કેલીઓનો ઉકેલ છે.”

(કમાલુદ્દીન, ભાગ-૨, પાના નં. ૪૮૫)

આજ રીતે જનાબે શૈખે સદુક (અ.ર.) ના નામે એક તવકીઅમાં આ પ્રમાણે ઇરશાદ ફર્માવ્યું કેઃ

“અગર અમારા શીઆઓ, અલ્લાહ તઆલા તેઓને ઈતાઅત કરવાની તવફીક ઈનાયત કરે, એક દિલ થઈને પોતાના વાયદા અને વચનમાં એક હોતે તો અમારી બરકતવંતી મુલાકાતમાં મોડું ન થતે.”

(બેહારૂલ અન્વાર, ભાગ-૫૩, પાના નં. ૧૭૬)

દોઆની અસરોના સંબંધમાં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ની આ રિવાયત ખાસ ધ્યાન આપવા જેવી છે કે ઈમામ (અ.સ.) ફરમાવે છેઃ

“જ્યારે બની ઈસ્રાઈલ ઉપર અઝાબ અને તકલીફોની મુદ્દત લંબાણી ત્યારે તેઓએ અલ્લાહની બારગાહમાં ચાલીસ દિવસ સુધી ખુબ કરગરીને દોઆ કરી. અલ્લાહ તઆલાએ જનાબે મુસા (અ.સ.) અને જનાબે હારૂન (અ.સ.) ઉપર વહી કરી કે બની ઈસ્રાઈલને ફીરઔનના અઝાબથી નજાત અપાવે. આ તે સમયની વાત છે જ્યારે તેઓના ૪૦૦ વર્ષના અઝાબમાં ૧૭૦ વર્ષનો સમય બાકી હતો, અલ્લાહ તઆલાએ તઓની દોઆના કારણે આ ૧૭૦ વર્ષ ઓછા કરી નાખ્યા.”

ત્યારબાદ ઈમામ (અ.સ.) ફરમાવે છેઃ

“તમારી પરિસ્થિતિ પણ આવીજ છે. અગર તમે લોકો ઝુહુર માટે કરગરીને દોઆ કરશો અલ્લાહ તઆલા ઝુહુરમાં જરુર જલ્દી કરશે અને અગર તમોએ ખુબ વધારે દોઆઓ ન કરી તો પછી આ સિલસિલો તેના અંત સુધી પહોંચશે..”

(તફસીરે અય્યાશી, ભાગ-૨, પાના નં. ૧૫૫)

આ રિવાયતની રોશનીમાં કિતાબ ‘મિકયાલુલ મકારીમ’ ના લેખક લખે છે કેઃ

“ઈમામ (અ.સ.) નો ઝુહુર તે બાબતો માંથી છે કે જેમાં બદા થઈ શકે છે. અર્થાત્ નક્કી થએલી મુદ્દતમાં ફેરફાર થઈ શકે છે.”

(મિકયાલુલ મકારીમ, ભાગ-૧, પાના નં. ૩૪૭)

આ એક હકીકત છે કે આપણે દોઆ વડે ઝુહુરમાં જલ્દી કરાવી શકીએ છીએ. તેના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઝુહુર માટે એવો કોઈપણ ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો નથી કે જેમાં ફેરફાર શકય ન હોય. અગર લોકો આ ગયબતના ઝમાનામાં પોતાના ઈમામ (અ.સ.) ની લાંબી ગયબતથી ગફલતમાં રહે અને કોઈ ધ્યાન ન આપે તથા એક દિલ થઈને વાયદા અને વચનને પુરા કરતાં કરતાં કરગરીને દોઆ ન કરે તો ઝુહુર પોતાની અંતિમ મંઝિલ સુધી પહોંચી જશે.

કિતાબ ‘મિકયાલુલ મકારીમ’ ના લેખક લખે છે કેઃ

જનાબે ઈદરીસ (અ.સ.) ના ઝમાનામાં તે સમયની ઝાલિમ હુકુમતે તેઓ ઉપર ઝુલ્મ ગજાર્યો. જનાબે ઈદરીસ (અ.સ.) લોકોની દરમ્યાનથી ગાએબ થઇ ગયા. તેમનું અનુસરણ કરનારાઓને આપની આ ગયબત ખુબજ સખત અને અસહ્ય લાગી. તેઓએ અલ્લાહની બારગાહમાં તૌબા અને ઈસ્તિગફાર કર્યો.  કરગરીને દોઆ કરી. અલ્લાહ તઆલાએ તેઓ ઉપર રહેમ કર્યો અને જનાબે ઈદરીસ (અ.સ.) ને તેઓની દરમ્યાન પરત મોકલી આપ્યા. જનાબે ઈદરીસ (અ.સ.) જાહેર થયા અને તે ઝમાનાનો બાદશાહ અપમાનિત અને હડધુત થયો.

આવીજ રીતે આ ગયબતના ઝમાનામાં લોકો સામુહિક રીતે તૌબા અને ઈસ્તિગફાર કરે અને અલ્લાહની બારગાહમાં દોઆ કરે તો ઉમ્મીદ છે કે અલ્લાહ તઆલા આપણા ઈમામ (અ.સ.) ને જલ્દી ઝાહિર કરી દે.

 (મિકયાલુલુ મકારીમ, પ્રકરણ-૪)

હઝરત ઈમામ હસને મુજતબા (અ.સ.) એ એક સ્વપ્નમાં આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ બાકિર ફકીહ ઈમાનીને ફરમાવ્યું

“મિમ્બર વડે લોકો સુધી આ પયગામ પહોંચાડી દયો અને તેઓને આ હુકમ આપો, કે તેઓ તૌબા કરે અને હઝરત હુજ્જત (અ.સ.) ના ઝુહુર માટે દોઆ કરે. હઝરત હુજ્જત ના ઝુહુર માટે દોઆ કરવી નમાઝે મય્યતની જેમ વાજીબે કિફાઈ નથી કે કોઈ એક વ્યકિતના પઢી લેવાથી વાજીબાત અદા થઈ જાય, બલ્કે આ રોજની પંજગાના નમાઝની જેમ છે. દરેક બાલિગ ઈન્સાન ઉપર વાજીબ છે, કે તે હઝરત હુજ્જત (અ.સ.) ઝુહુર માટે દોઆ કરે.”

(મિકયાલુલ મકારીમ, ભાગ-૧, પાના નં. ૪૩૮, સહીફએ મહદીય્યહ, પાના નં. ૫૧)

જનાબે ફકીહ ઈમાની પોતાની કિતાબમાં લખે છે કેઃ

રિવાયતો, દોઆઓ અને ઝિયારતોના વાક્યોથી આ બાબત તદ્દન સ્પષ્ટ અને જાહેર છે, કે ઝુહુરનો વાયદો એવો ચોક્કસ છે, કે તેમાં વાયદા ખિલાફીનો જરાપણ અવકાશ નથી. પરંતુ ઝુહુરના સમયની બાબત એવી બાબત છે, કે જેમાં પરિવર્તન થઈ શકે છે. રિવાયતોથી એ બાબત પણ સ્પષ્ટ છે કે મોઅમિનોની નિખાલસ દોઆઓ ઝુહુરમાં જલ્દી થવાનું કારણ બની શકે છે.

 (શેવહાએ યારીએ કાએમે આલે મોહમ્મદ, પાના નં. ૫૭)

શાએરે એહલેબૈત (અ.સ.) સય્યદ હિલ્લાવીએ એક કસીદામાં શીઆઓની પરેશાનીનું વર્ણન કર્યુ છે અને શીઆઓના દર્દ, ગમ, મસાએબ અને તકલીફોને ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ખિદમતમાં રજુ કર્યા છે. અને તઓ ઘણી જગ્યાએ આ કસીદો પઢયા. નજફે અશરફના એક બુઝુર્ગ અને ખુદાપસંદ આલિમે દીન એ સ્વપ્નમાં હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) ની ઝિયારતનું સદ્ ભાગ્ય પ્રાપ્ત કર્યુ. હઝરત ઈમામ મહદી (અ.ત.ફ.શ.) એ ફરમાવ્યું

“સય્યદ હલ્લાવીને કહો કે આ રીતે શીઆઓની પરેશાનીઓ અને મસાએબ બયાન કરીને મારા દિલને ન દુખાવે, કારણકે ‘લયસલ અમ્રરો બે યદી’ ઝુહુર મારા ઈખ્તેયારની વાત નથી.”

આ અલ્લાહના ઈખ્તેયારમાં છે. અલ્લાહ પાસે દોઆ કરો અને મારા જલ્દી ઝુહુર થવાની વિનંતી કરો.

(મજાલીસે હઝરત મહદી અ.સ., પાના નં. ૧૦૯)

એક શખ્સને મસ્જીદે જમકરાનમાં હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ની બારગાહમાં હાજર થવાનું સદ્ ભાગ્ય પ્રાપ્ત થયું. તેનું બયાન છે કે હું મારી પત્નિ સાથે મસ્જીદે જમકરાનના અઅમાલ અંજામ આપીને બહાર નિકળી રહ્યો હતો. રસ્તામાં એક નુરાની સય્યદ સાથે મુલાકાત થઈ. મેં મારા દીલમાં વિચાર્યું કે આવી ગરમીમાં આ નુરાની સય્યદ જરૂર તરસ્યા હશે. મેં તેમની ખિદમતમાં પાણી રજુ કરતા કહ્યું કેઃ ‘આપ ઈમામે ઝમાના (અ.સ.) ના ઝુહુર માટે દોઆ કરો.’ તો તેમણે ફરમાવ્યું

“મારા શીઆઓને પાણીની જરૂરિયાત જેટલી પણ મારી જરૂરત નથી. અગર તેઓ મને ચાહતા હોત તો મારા ઝુહુર માટે જરુર દોઆ કરતા હોત. તેઓની દોઆઓથી ઝુહુર નજીક થઈ શકે છે.”

(શીફતગાને હઝરત મહદી અ.સ., ભાગ-૧, પાના નં. ૧૫૫)

આની સાથેજ ઈમામે ઝમાના (અ.સ.) ના બે પયગામો પણ ખુબ સારી રીતે દીલમાં બેસાડી દેવા જોઈઅ કે ઈમામ (અ.ત.ફ.શ.) ફરમાવે છેઃ

“જ્યારે કોઈ મોઅમીન મારા જદ્દ હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના મસાએબ સાંભળીને આંસુથી ભરેલી આંખો સાથે મારા માટે દોઆ કરે તો હું પણ તેના માટે દોઆ કરૂં છું.”

(મિકયાલુલ મકારીમ, ભાગ-૧, પાના નં. ૩૩૩)

“મારા શીઆઓ અને મારા દોસ્તોને આ પયગામ આપી દયો કે મારા ફુઈ જનાબે ઝયનબ (સ.અ). નો વાસ્તો આપીને મારા ઝુહુર માટે દોઆ કરે.”

(શીફતગાને હઝરત મહદી અ.સ., ભાગ-૧, પાના નં. ૨૫૧)

અમુક રિવાયતોથી જાણવા મળે છે કે એહલેબૈત (અ.મુ.સ.) નો શીઆઓ ઉપર એક હક એ છે કે તેઓ હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) માટે દોઆ કરે.

 


مشخصات

  • منبع: http://mehdi92110.blogfa.com/post/112
  • کلمات کلیدی: હઝરત ,ઝુહુર ,માટે ,પાના ,ઈમામ ,જનાબે ,ઝુહુર માટે ,હઝરત ઈમામ ,અલ્લાહની બારગાહમાં ,હઝરત હુજ્જત ,ઉસુલે ક
  • در صورتی که این صفحه دارای محتوای مجرمانه است یا درخواست حذف آن را دارید لطفا گزارش دهید.

تبلیغات

محل تبلیغات شما
محل تبلیغات شما

آخرین مطالب این وبلاگ

عکس آقای خامنه ای

آخرین جستجو ها